Posts

Showing posts with the label Memorabilia

Memorabilia

થોડી વાતો , મારી અને મારા મગજ વચ્ચે. ‘એય, સંભાળ ને..’ અચાનક જ મને એક અવાજ સંભળાયો . હું તો ડરી ગઇ કે આટલી શાંતિ મા , આ રૂમમાં એકલા હોવાં છતાં આ અવાજ કોનો!હું જયાં હજી તો આગળ કાંઇ સમજુ એ પહેલ એણે ફરી કહ્યુ ‘ સાંભળે છે, મારે તને કાંઇક કહેવું છે’. મારા ધબકારા વધી ગયા. આજુ- બાજુ જોયું કોઈ ન હતુ.મને આ કડકડતી ઠંડી મા પરસેવો વળી ગ્યો કે અવાજ ખરેખર આવે છે ક્યાંથી?એટલાં માં જ ફરી સંભળાયું, ‘ તુ કેમ ડરે છે?ડર નહીં, હુ તને કાઈ નહીં કરુ’. મે પુછ્યું ‘ કોણ છે તુ? ક્યાં થિ બોલે છે? શુ કામ છે તારે?’ તેને જવાબ આપ્યો, ‘હુ તારું મગજ, તારી અંદરથી બોલું છું’.  હું તો સ્તબ્ધ થઇ ગઇ. કાંઇ મગજ આ રીતે બોલતું હશે? તેં આગળ બોલ્યું  મારે તને કાંઇક કહેવું છે ધ્યાન થિ સંભાળ, ‘ હું તારા માં જ રહુ છું, મારા દ્રારા જ તારું સંચાલન થાય છે, હું આદેશ આપુ અને તુ અનુસરે છે, મારા વગર તુ કાઈ નથી છતા કેમ મારી જોડે હંમેશા ઝઘડે છે?કેમ મને દોડાવ્યા જ કરે છે?મે શુ બગડ્યું તારું? મે તેની વાત સાંભળી ને કહ્યુ ‘ હું જીવું છું તારા થકી એમા કોઈ સંચય નથી પરંતું તુ મને ઘણી વાર ખોટા રસ્તે પણ લઇ જાય છે,માણસ ને માણસ મટાડી ને શે...