Memorabilia

થોડી વાતો , મારી અને મારા મગજ વચ્ચે.


‘એય, સંભાળ ને..’ અચાનક જ મને એક અવાજ સંભળાયો . હું તો ડરી ગઇ કે આટલી શાંતિ મા , આ રૂમમાં એકલા હોવાં છતાં આ અવાજ કોનો!હું જયાં હજી તો આગળ કાંઇ સમજુ એ પહેલ એણે ફરી કહ્યુ ‘ સાંભળે છે, મારે તને કાંઇક કહેવું છે’. મારા ધબકારા વધી ગયા. આજુ- બાજુ જોયું કોઈ ન હતુ.મને આ કડકડતી ઠંડી મા પરસેવો વળી ગ્યો કે અવાજ ખરેખર આવે છે ક્યાંથી?એટલાં માં જ ફરી સંભળાયું, ‘ તુ કેમ ડરે છે?ડર નહીં, હુ તને કાઈ નહીં કરુ’. મે પુછ્યું ‘ કોણ છે તુ? ક્યાં થિ બોલે છે? શુ કામ છે તારે?’ તેને જવાબ આપ્યો, ‘હુ તારું મગજ, તારી અંદરથી બોલું છું’.  હું તો સ્તબ્ધ થઇ ગઇ. કાંઇ મગજ આ રીતે બોલતું હશે? તેં આગળ બોલ્યું  મારે તને કાંઇક કહેવું છે ધ્યાન થિ સંભાળ, ‘ હું તારા માં જ રહુ છું, મારા દ્રારા જ તારું સંચાલન થાય છે, હું આદેશ આપુ અને તુ અનુસરે છે, મારા વગર તુ કાઈ નથી છતા કેમ મારી જોડે હંમેશા ઝઘડે છે?કેમ મને દોડાવ્યા જ કરે છે?મે શુ બગડ્યું તારું?
મે તેની વાત સાંભળી ને કહ્યુ ‘ હું જીવું છું તારા થકી એમા કોઈ સંચય નથી પરંતું તુ મને ઘણી વાર ખોટા રસ્તે પણ લઇ જાય છે,માણસ ને માણસ મટાડી ને શેતાન બનાવી દે છે, આ બધુ તારા દ્રારા  જ થાય છે.માટે મારે તારી સાથે ઝઘડવુ પડે છે.’તેં બોલ્યું  ‘ મેં એવું તો શું કર્યું કે તુ આવુ કહે છે?’ મેં જવાબ આપ્યો ‘ હું જયાં પણ જાઉં છું ત્યાં તુ મને પરિસ્થિતિ પ્રમાણે ઢાળી દે છે, મતલબ પરિસ્થિતિ પ્રમાણે મને બદલી નાંખે છે. માટે ત્યાંરે હું, હું મટી ને કાંઇક બીજી જ વ્યક્તિ બની જાઉં છું. જે જોઉં છું, જે કરૂ તેમાં જ વધું માનતી થઈ જાઉં છું. આ બધાં નાં કારણે હુ બદલી જાઉં છું, જે ખરેખર છું એ મટી ને બીજુ બાની જાઉં છું. માટે હું તારી સાથે ઝઘડ઼ુ છુ કે તારે પરિસ્થિતિ માંથી સારુ અને સાચું ગ્રહણ કરવાનું છે , જે યોગ્ય નથી એ ગ્રહણ કરવાનું નથી. બસ આ જ વાત નો ઝઘડો થાય છે આપડે.’તેં બોલ્યું  ‘ તો તું શું ઇચ્છે છે? હું શું તુ કહે તેમ કરૂ? ના રે, તારે મારુ માનવાનું હોઇ ,એ જ નિયમ છે. માણસ મગજ વગર કાંઇ જ નથી’ .
મેં જવાબ આપ્યો ‘હા, વાત સાચી તારી કે માણસ મગજ વગર કાંઇ જ નથી. તું જે કહે તે મારે કરવાનું હોય. પરંતું હું ઇચ્છું છુ કે તુ પરિસ્થિતિ પ્રમાણે બદલ્યા ના કર. તેમાંથી યોગ્ય વસ્તુ  ગ્રહણ કર. હર એક પરિસ્થિતિ મા ધૈર્ય ધારણ કરતા શીખ અને સાચો રસ્તો બતાવ જેથી લોકો ખોટા રસ્તે ના ચાલે, કેમ કે જે થાય એ તારા આદેશ થી માણસ ના જીવન માં થાય છે. તારા આદેશ થી જ આતંકવાદી ઉભા થાય છે અને તારા  જ આદેશ થી બુદ્ધ બને છે. જે છે એ તું જ છે, માટે તારા પર નિયંત્રણ રાખવું જરૂરી છે’.
તે બોલ્યું  ‘ વાત તો તારી સાચી, હું ઘણી વાર પરિસ્થિતિ પ્રમાણે બદલી તો જાઉં છું અને ક્યારેક સાચા ખોટા નુ ભાન પણ ભૂલી જાઉં છું. ચાલ હવે હું આગળ ધ્યાન રાખીશ બસ. તને સાચો જ રસ્તો બતાવીશ અને નિયંત્રણ મા જ રહીશ. બસ હવે મારી સાથે ઝઘડો ના કર’. બસ, આટલું કહી ને એ ક્યાં ચાલ્યું ગ્યું ખબર જ ના પડી.

Comments

Popular posts from this blog

Interpretation of Breath by Samuel Beckett.

Mahotu by Ram Mori

One night at the call center